જિલ્લા કાનૂની સેવા સમિતિ વેરાવળના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ કોડીનાર દ્વારા અરણેજની કસ્તુરબા બાલિકા વિદ્યાલયના પટાંગણમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીનીઓને NALSA સ્કીમ હેઠળ માનવ અને જંગલી પ્રાણીઓ વચ્ચેના સંઘર્ષથી પ્રભાવિત પીડિતોને મળતી સહાય વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વધતા જતા વન્યજીવ સંઘર્ષના બનાવોમાં થતી જીવહાનિ કે આર્થિક નુકસાન સામે વન વિભાગની વળતર યોજનાઓ અને સાવચેતીના પગલાં અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લીગલ સેક્રેટરી અશ્વિન ચૌહાણ અને અંકિતા ડોડિયાની સૂચના મુજબ પીએલવી પ્રકાશ મકવાણા, દિવ્યાબેન મકવાણા તથા શાળાના હેડ ટીચર રંજનબેન પરમાર સહિતનો સ્ટાફ અને બાલિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનનો મુખ્ય હેતુ જંગલી પ્રાણીઓ સાથેના ઘર્ષણમાં ઘટાડો કરી કુદરત અને માનવ વચ્ચે સંતુલન સ્થાપિત કરવાનો છે.