લીલીયા મોટા ખાતે તાજેતરમાં એક પ્રેરણાદાયી કાર્યક્રમ સંપન્ન થયો હતો. ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જીવનભાઈ વોરાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સુંદર આયોજન ડો. બાબાસાહેબ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. પૂર્વ સરપંચે તેમના કાર્યકાળ દરમિયાન અનુસૂચિત જાતિના વિસ્તારોમાં પાયાની સુવિધાઓ અને નોંધપાત્ર વિકાસના કાર્યો કરીને જનતાના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. સમાજના આગેવાનોએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જીવનભાઈ માત્ર રાજકીય રીતે જ નહીં પરંતુ સામાજિક સ્તરે પણ દરેક સુખ-દુઃખના પ્રસંગોમાં હંમેશા અગ્રેસર રહી સમાજ સાથે અતૂટ નાતો જાળવી રાખ્યો છે.કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલો, યુવાનો અને આગેવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક જીવનભાઈને પુષ્પહાર પહેરાવી અને શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું હતું.