અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જાનબાઈ દેરડી ગામે રહેતા હિંમતભાઈ નાનજીભાઈ વણોદિયા ગત તારીખ ૨૧/૦૪/૨૦૨૬ના રોજ જામ બરવાળા ગામે પ્રસંગમાં ગયા હતા. ત્યાંથી તેઓ રાત્રિના આશરે નવેક વાગ્યાના સુમારે કીડી ગામથી કરિયાણા ગામ તરફ ચાલીને જઈ રહ્યા હતા. આ દરમિયાન કરિયાણા ગામ પાસેના પુલ નજીક એક
આભાર – નિહારીકા રવિયા પૂરઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે હિંમતભાઈને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં હિંમતભાઈને માથા, કમર અને પગના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક માનવ જિંદગીની પરવા કર્યા વગર ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ મામલે મૃતકના પુત્ર સાગરભાઈ અશોકભાઈ વણોદિયાએ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવી મોત નીપજાવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે.