અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને જાફરાબાદના દરિયાઈ ટાપુ પર આવેલા શિયાળબેટના મતદારો પોતાનો મતાધિકાર ઉપયોગ કરી શકે તે માટે સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ચૂંટણી ફરજ પરના પ્રિસાઇન્ડિંગ ઓફિસરો પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ મશીનો લઈને પીપાવાવ પોર્ટથી હોડી મારફતે શિયાળબેટ જવા રવાના થયા હતા. ટાપુ પર વસતા નાગરિકો માટે નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે હેતુથી તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે.