અમરેલી નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચુંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી તથા પી.પી. સોજીત્રા દ્વારા યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં આગામી પાંચ વર્ષમાં અમરેલીને સ્માર્ટ સિટી બનાવવા કટિબધ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. શહેરમાં આઈકોનિક રોડના વિકાસ, ડસ્ટ ફ્રી સિટી બનાવવા તથા આધુનિક સુવિધાઓ વધારવા અંગે વિશેષ આયોજન રજૂ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, રાજમહેલ અને ટાવર જેવી ઐતિહાસિક ધરોહરના સંવર્ધન અને વિકાસ માટે પણ મહત્વપૂર્ણ વચનો આપવામાં આવ્યા હતા. ભાજપે શહેરના સર્વાંગી વિકાસ સાથે સંસ્કૃતિ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.