સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અમરેલી જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ લોકશાહીના પર્વમાં ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી સવારે ૧૦ઃ૦૦ કલાકે પોતાના વતન માળીલા ખાતે મતદાન કરશે. તેમની સાથે જ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા પોતાના માતૃવતન દેવરાજીયા ખાતે મતાધિકારનો ઉપયોગ કરી મતદારોને પ્રેરણા આપશે. આ ઉપરાંત અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા ઝરખીયા ગામે પોતાનો કિંમતી મત આપશે જ્યારે પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી અમરેલી શહેર ખાતે મતદાન મથકે પહોંચીને પ્રક્રિયામાં જોડાશે. આમ જિલ્લાના તમામ અગ્રણી નેતાઓ પોતપોતાના મતદાન કેન્દ્રો પર ઉપસ્થિત રહીને લોકશાહીના પર્વની ઉજવણી કરશે.










































