અમરેલી જિલ્લામાં અલગ-અલગ બે સ્થળોએથી બે વ્યક્તિઓ ગુમ થયાની ઘટના સામે આવી છે. ખાંભામાં માલ ઉતારવા જવાનું કહી નીકળેલા યુવક પાંચ દિવસથી, જ્યારે અમરેલીમાંથી એક પરિણીતા ગુમ થયાં છે.ખાંભામાં રહેતા રાજદીપસિંહ નામના યુવકે ગત તા. ૨૦/૦૪/૨૦૨૬ના રોજ રાત્રિના અગિયારેક વાગ્યે પોતાના ઘરેથી નીકળતી વખતે જણાવ્યું હતું કે, તેઓ ‘ખાંભા ખોડીયાર ફાસ્ટફૂડ’ની દુકાને માલ ઉતારવા માટે જાય છે. જોકે, મોડી રાત સુધી તેઓ ઘરે પરત ફર્યા નહોતા. પરિવારજનોએ મિત્રો અને સગા-સંબંધીઓમાં તેમની શોધખોળ કરી હતી, પરંતુ આજદિન સુધી તેમનો કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી હતી.બીજી ઘટનામાં, અમરેલીમાં રહેતા અનુરાધાબેન સંજયભાઈ દેવડા નામની મહિલા ગત તા. ૦૫/૦૪/૨૦૨૬ના રોજ સવારના સમયે ગુમ થયાં હતાં. પ્રાપ્ત વિગતો મુજબ, સવારે ૮ઃ૩૦ થી ૧૦ઃ૦૦ વાગ્યાના અરસામાં અનુરાધાબેન કોઈને પણ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયાં હતાં. લાંબા સમયની શોધખોળ બાદ પણ તે મળી ન આવતા પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે આ બંને મામલે ગુમશુદા નોંધ કરી હતી અને આ વ્યક્તિઓ વિશે કોઈને પણ જાણકારી મળે તો તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી કરી છે.










































