લાઠી તાલુકાના જરખીયા ગામની એક યુવતી ગુમ થઈ હોવાની ઘટના સામે આવી છે. ૧૯ વર્ષીય યુવતી કોલેજની ફી ભરવા અને લેપટોપ રિપેર કરાવવા અમરેલી જવાનું કહી નીકળ્યા બાદ પરત ન ફરતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, જરખીયા ગામે રહેતા કાંતિભાઈ ખોડાભાઈ રાઠોડની ૧૯ વર્ષીય પુત્રી કોમલબેન અભ્યાસ કરે છે. ગતરોજ તેઓ ઘરેથી અમરેલી જવા નીકળ્યા હતા. તેમણે પરિવારને જણાવ્યું હતું કે, તેઓ કોલેજની ફી ભરવા અને લેપટોપ રિપેર કરાવવા જઈ રહ્યા છે. જોકે, સાંજ સુધી કોમલબેન પરત ન આવતા અને તેમનો સંપર્ક ન થઈ શકતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી. સંબંધીઓ અને પરિચિતોને ત્યાં તપાસ કરવા છતાં યુવતીની કોઈ ભાળ મળી નથી.










































