ભાજપના વરિષ્ઠ કાઉન્સીલર પ્રવેશ વાહી દિલ્હીના નવા મેયર તરીકે ચૂંટાયા છે. તેમણે મેયરની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ઝહીરને મોટા અંતરથી હરાવ્યા. આ ચૂંટણીમાં કુલ ૧૬૫ સાંસદો, ધારાસભ્યો અને કાઉન્સીલરોએ મતદાન કર્યું. બધા મત માન્ય રહ્યા. પ્રવેશ વાહીને કુલ ૧૫૬ મત મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર ઝહીરને માત્ર નવ મત મળ્યા. આમ, પ્રવેશ વાહીએ ઝહીરને ૧૪૭ મતોના મોટા માર્જિનથી હરાવ્યા. આ ભાજપ માટે એક મહત્વપૂર્ણ રાજકીય વિજય છે.
આમ આદમી પાર્ટી (આપ) એ એક મોટો રાજકીય નિર્ણય લીધો છે, જેમાં એમસીડીમાં મેયર અને ડેપ્યુટી મેયર બંનેની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી દરમિયાન આપ કાઉન્સીલરો, સાંસદો અને ધારાસભ્યો ગૃહમાં ગેરહાજર રહ્યા હતા. જાકે, પાર્ટી ત્રણ સ્થાયી સમિતિ સભ્યોની ચૂંટણી દરમિયાન ગૃહમાં ભાગ લેશે.
ત્રણ સ્થાયી સમિતિ બેઠકો માટે ફક્ત ત્રણ નામાંકન દાખલ કરવામાં આવ્યા છે. આમાં બે ભાજપના કાઉન્સીલરો અને એક આપ કાઉન્સીલરનો સમાવેશ થાય છે. પરિણામે, મતદાન વિના ત્રણેય સભ્યોની ચૂંટણી નિશ્ચિત માનવામાં આવે છે. આ જ કારણે આપ તેના એક સભ્યને સમિતિમાં બેસાડવા માટે પ્રક્રિયામાં ભાગ લેશે. આપ મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાંથી દૂર રહેવાને રાજકીય રણનીતિ ગણાવી છે. પાર્ટી કહે છે કે તે ભાજપને બીજી તક આપવા માંગે છે જેથી રાજધાનીના લોકો તેના પ્રદર્શનનું મૂલ્યાંકન કરી શકે. એમસીડીમાં વિરોધ પક્ષના નેતા અંકુશ નારંગે જણાવ્યું હતું કે ચૂંટણી ન લડવાનો પાર્ટીનો નિર્ણય જાણી જાઈને લેવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસે સમર્થન માંગ્યું નથી.
નારંગના મતે, ભાજપને સતત જવાબદારી સોંપવામાં આવી રહી છે અને હવે બહાના માટે જગ્યા ન હોવી જાઈએ. તેમણે જણાવ્યું હતું કે પાર્ટીનો હેતુ ભાજપને તેની નિષ્ફળતાઓ પાછળ છુપાવવાની તક ન આપવાનો છે. તેમણે કહ્યું હતું કે જા ભાજપ સત્તામાં હોય, તો તેણે તેના વચનો અને દાવાઓ પૂરા કરવા જાઈએ.










































