ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. તો કોંગ્રસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થઈ ગયા છે. ફાઈનલ આંકડા પર વાત કરીએ તો, ગુજરાતની ૧૫ મહાનગરપાલિકાઓમાંથી ૧૫ પર ભાજપે કબજા મેળવ્યો છે. ૮૪ નગરપાલિકાઓમાંથી ૭૮ ભાજપને મળી. તો ૩૪ જિલ્લા પંચાયતોમાંથી ૩૩ અને ૨૬૦ તાલુકા પંચાયતમાંથી ૨૫૦ જેટલી ભાજપને ફાળે ગઈ છે. જાકે, આ વચ્ચે એક મોટો ઉલટફેર જાવા મળ્યો. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનું સારું પરર્ફોમન્સ જાવા મળ્યું છે. ઉત્તર ગુજરાતમાં કેટલીક બેઠકો પર કોંગ્રેસ સારી એવી ટક્કર આપી શક્્યું છે. કોંગ્રેસ એક પણ જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકા જીતી શકી નથી. પરંતું ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં કોંગ્રેસનું સારું પરર્ફોમન્સ જાવા મળ્યું છે. આ જાતા કહી શકાય કે, કોંગ્રસે ઉત્તર ગુજરાતમાં પોતાનો ગઢ સાચવી રાખ્યો છે.
અરવલ્લીનું પરિણામ ભાજપ માટે ચોંકાવનારું છે. અરલવ્લી જિલ્લા પંચાયતમાં ભાજપે પોતાનો દબદબો જમાવી રાખ્યો છે, પરંતુ કોંગ્રેસે પણ ભાજપને ટક્કર આપતા જિલ્લા પંચાયતની ૯ બેઠકો પોતાના નામે કરી છે. અરવલ્લીના ટ્રાયબલ વિસ્તારમાં ભાજપના સૂપડાસાફ થઈ ગયા છે. ભિલોડા, શામળાજી, મેઘરજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસને સત્તા મળી છે. મોડાસા તાલુકા પંચાયતમાં ટાઈ પડતા હાઈવોલ્ટેજ સ્થિતિ સર્જાઈ હતી. ધનસુરા, માલપુર, બાયડ અને સાઠબામાં ભાજપની તાલુકા પંચાયત બની છે. આમ, અરવલ્લી જિલ્લા પંચાયત પણ ભાજપનું શાસન યથાવત છે. વર્તમાન મંત્રી અને પૂર્વ મંત્રીના વિસ્તારમાં પણ ભાજપની બેઠકો ઓછી થયેલી જાવા મળી. ભાજપ જિલ્લા પ્રમુખના ગઢમાં પણ કોંગ્રેસની સત્તા મળી છે. ચોંકાવનારી બાબત એ છે કે, અહીં ગત ટર્મમાં એક પણ જગ્યાએ કોંગ્રેસ સત્તાન ન હતી. છતાં આ વખતે પરિણામો બદલાયા છે.
બનાસકાંઠાની વાત કરીએ તો, પાલનપુર, ડીસા અને ધાનેરા ત્રણેય નગરપાલિકા ઉપર ભાજપની સત્તા જાવા મળી છે. પરંતું બનાસકાંઠા જિલ્લા પંચાયતની સૌથી મોટી કાણોદર સીટ કોંગ્રેસે હાંસિલ કરી છે. કાણોદર જિલ્લા પંચાયતમાં આવતી પાલનપુર તાલુકા પંચાયતની વાસણા, કાણોદર, બાદરગઢ, ભાગળ અને જસલેણી સહિત ૫ સીટો ઉપર પણ કોંગ્રેસનો કબજા જાવા મળ્યો.
ગુજરાતની મહાનગરપાલિકાઓમાં ભલે કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હોય. પરંતું કોંગ્રેસે તાલુકા અને જિલ્લા પંચાયતમાં અનેક જગ્યાઓએ સારી ટક્કર આપી છે. કોંગ્રેસનું શાનદાર પરર્ફોમન્સ છે, માત્ર જીતથી વંચિત રહી ગઈ છે. નગરપાલિકાઓની વાત કરીએ તો, વડાલી, રાવલ સિક્કા, માળિયા હાટીના, આમોદ નગરપાલિકાઓમાં કોંગ્રેસની જીત થઈ છે. ભરૂચની આમોદ નગરપાલિકામાં ૨૪ માથી ૧૫ બેઠકો કોંગ્રેસને મળી છે. તો માત્ર ૯ બેઠકો ભાજપને મળી છે.
બીજી તરફ, ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની લહેર યથાવત જાવા મળી. ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લાઓમાં કોંગ્રેસે ભાજપની ટક્કરનો સારો સામનો કર્યો. કોંગ્રેસ ભલે હાર સુધી પહોચી ન હોય, પરંતું સારા એવા આંકડા પાર કરી લીધા છે. ઉત્તર ગુજરાતની તાલુકા પંયાયતમાં કોંગ્રેસે જે સપાટો બોલાવ્યો છે. તેવું તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટÙમાં પણ ક્્યાંય જાવા નથી મળ્યું.
ઉત્તર ગુજરાતની તાલુકા પંચાયતની બેઠકોની વાત કરીએ તો સિધ્ધપુરની તાલુકા પંચાયતની ૨૨ માંથી ૧૪ કોંગ્રેસ,શામળાજી તાલુકા પંચાયતમાં ૧૬ માંથી ૯ કોંગ્રેસ,પાટણ તાલુકા પંચાયતમાં ૨૦ માંથી ૧૩ કોંગ્રેસ,ભીલોડા તાલુકા પંચાયતમાં ૨૦ માંથી ૧૩ કોંગ્રેસ,મોડાસા તાલુકા પંચાયતમાં ૨૦ માંથી ૧૦ કોગ્રેસ,હળાદ તાલુકા પંચાયતમાં ૧૬ માંથી ૧૨ કોંગ્રેસ,પાલનપુર તાલુકા પંચાયતમાં ૩૪ માંથી ૨૨માં કોંગ્રેસ,દિયોદરમાં ૨૨ માંથી ૧૨ મેળવીને દબદબો રાખ્યો,અંબાજીમાં ભાજપના ગઢમાં ગાબડું, કોંગ્રેસે મારી બાજી,અંબાજી તાલુકા પંચાયતની બેઠક નંબર ૧, ૨ અને ૩ પર કોંગ્રેસના ઉમેદવારોનો શાનદાર વિજય થયો છે. આ બેઠકો પર વર્ષોથી ભાજપનું પ્રભુત્વ હતું, પરંતુ આ વખતે કોંગ્રેસે આ મજબૂત ગઢમાં ગાબડું પાડ્યું છે. હંમેશા ભાજપ તરફી રહેતા મતદારોએ આ વખતે પરિવર્તન લાવીને કોંગ્રેસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અંબાજીમાં કોરિડોર વિકાસ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરીને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જાવા મળ્યો હતો. ઘરો હટાવવાની કાર્યવાહીથી નારાજ મતદારોએ ચૂંટણીમાં પોતાનો આક્રોશ મતાધિકાર દ્વારા ઠાલવ્યો છે. ભાજપના શાસન વાળી બેઠકો પર વિજય મેળવતા જ કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો હતો.










































