શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા આગામી ૩૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ કોડીનાર ખાતે ૩૫મો જાજરમાન સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમાં ૨૨૦ યુગલો પ્રભુતામાં પગલાં માંડશે. દીકરીઓને કબાટ અને ગેસ સ્ટવ સહિત ૫૧ ચીજવસ્તુઓનો કરિયાવર આપવામાં આવશે. આ પ્રસંગે કોડીનાર, દેવલી અને પીપળી જેવા ગામો તેમજ દિનુભાઈ સોલંકી જેવા દાતાઓ તરફથી લાખોનું દાન મળેલ છે. ૫૦,૦૦૦ થી વધુ સમાજબંધુઓની ઉપસ્થિતિમાં આ ઉત્સવ સાદગી અને જ્ઞાતિની અતૂટ એકતાના દર્શન કરાવશે.











































