શહેરના વ્યસ્ત સરદાર સર્કલ પાસે પાણીના નિકાલ માટેની જાળી લાંબા સમયથી તૂટેલી અને જર્જરીત બની હતી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ અંગે અખબારી અહેવાલ પ્રસિધ્ધ થતાં નગરપાલિકાના સિટી એન્જિનિયર પ્રશાંતભાઈને રજૂઆત કરવામાં આવી હતી. તેના પગલે બુધવારે નવી જાળી ફિટ કરવામાં આવી. આ કામગીરીથી વિસ્તારના લોકોને મોટી રાહત મળી છે.











































