મોટા દેવળીયા સીટના જિલ્લા પંચાયત સભ્ય મીનાબેન પ્રભાતભાઈ કોઠીવાળે ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ધરાઈ બાલકૃષ્ણજીની હવેલી અને લહેનાથબાપુની સમાધિ સહિત વિવિધ મંદિરોમાં દર્શન કરી આશીર્વાદ લીધા.આ અવસરે તેમણે ગ્રામ્ય વિસ્તારોનાં વિકાસ માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. સ્થાનિક લોકોએ મીનાબેન કોઠીવાળનું ઉષ્માભર્યું સ્વાગત કરી આનંદ વ્યક્ત કર્યો હતો.









































