અમરેલી જિલ્લામાં અપમૃત્યુના બે બનાવ સામે આવ્યા છે. સાવરકુંડલામાં આર્થિક સંકડામણથી કંટાળી પ્રૌઢે અને વડિયાના બરવાળા બાવળ ગામે યુવકે જીવન ટૂંકાવ્યું હતું.સાવરકુંડલામાં રહેતા રેખાબેન રામજીભાઇ ગોહીલે (ઉ.વ. ૪૫) જાહેર કર્યા મુજબ, રામજીભાઇ લવજીભાઇ ગોહીલ (ઉ.વ. ૬૧) આર્થિક સંકડામણના કારણે કંટાળી ગયા હતા, જેના લીધે તેમણે દોરી વડે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન. એન. ખસતીયા વધુ તપાસ કરી રહ્યા છે. બીજા બનાવમાં, વડિયાના બરવાળા બાવળ ગામે રહેતા મહેશભાઈ ખીમાભાઈ પડાયાએ (ઉ.વ. ૪૯) જાહેર કર્યા પ્રમાણે, તેમના પુત્ર ભાર્ગવભાઇ મહેશભાઈ પડાયાએ (ઉ.વ. ૨૦) પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત નીપજ્યું હતું.