અમરેલી જિલ્લામાં ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણીના કુશળ નેતૃત્વ હેઠળ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અભૂતપૂર્વ વિજય મેળવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિકાસની રાજનીતિ પર જનતાએ અતૂટ વિશ્વાસ મૂક્યો છે. જિલ્લાની કુલ ૩૪ પંચાયત બેઠકોમાંથી ૩૧ બેઠકો પર ભવ્ય વિજય મેળવી અમરેલી જિલ્લા પંચાયત ઇતિહાસમાં પ્રથમ વખત વિપક્ષમુક્ત બની છે. આ ઉપરાંત ૧૧માંથી ૦૯ તાલુકા પંચાયતો અને તમામ ૦૬ નગરપાલિકાઓમાં ભાજપે સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે. ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ અને ધારાસભ્યોના સહયોગ તથા કાર્યકરોની અથાગ મહેનતથી સમગ્ર જિલ્લામાં સર્વત્ર કમળ ખીલી ઉઠ્યું છે. નવી અસ્તિત્વમાં આવેલી ધારી નગરપાલિકામાં પણ જનતાએ ભાજપના શાસન પર ભરોસો વ્યક્ત કર્યો છે.











































