માસીના ઘરે જવાનું કહીને નીકળેલી ભુરખીયા ગામની એક યુવતી ગુમ થતાં ચકચાર મચી છે.
આ અંગે ભગવાનભાઇ ઉર્ફે ભાવેશભાઇ રણછોડભાઇ કોટડીયા (ઉ.વ. ૫૨) એ પોલીસને આપેલી જાણકારી મુજબ, તેમની દીકરી નિશાબેન (ઉ.વ. ૨૬) પોતાના માસીના ઘરે લાલવદર જવાનું કહીને ઘરેથી નીકળી હતી.
જોકે, તે રસ્તામાં કોઈને પણ કંઈ કહ્યા વગર ક્યાંક ચાલી ગઈ હતી. આ મામલે લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે. એન. ગરૈયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.