ચલાલા શહેરની દાનેવ સોસાયટી, હુડકો-૧ અને હુડકો-૨ વિસ્તારના રહીશોના વર્ષો જૂના પ્રશ્નો ઉકેલાયા છે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના મકાનોમાં રહેતા આ નાગરિકોને ધારાસભ્ય જે.વી. કાકડીયાના સતત પ્રયત્નોથી લોનની બાકી રકમ પર લાખો રૂપિયાની વ્યાજ માફી મળી છે અને લોન મુક્તિ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા સરળ બની છે. આ પ્રશ્નોના કાયમી ઉકેલ માટે ગાંધીનગર ખાતે ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ જયરાજભાઈ વાળા, સ્થાનિક આગેવાનો અને રહીશોએ બોર્ડના અધિકારી ગણાત્રા સાથે રૂબરૂ મુલાકાત કરીને યોગ્ય રજૂઆતો કરી હતી. આ બેઠકમાં લોનની બાકી રકમ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રહીશોની સગવડતા માટે ધારાસભ્યએ મે મહિનાના અંતમાં ચલાલા નગરપાલિકા ખાતે એક વિશેષ કેમ્પ યોજવાની સૂચના આપી છે.