જનશક્તિ જનતા દળના વડા અને લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી પર નિશાન સાધ્યું છે અને તેમને સલાહ આપી છે કે તેઓ કોઈના પર ટિપ્પણી કરતી વખતે તેમની ઉંમર અને સામાજિક સ્થિત ધ્યાનમાં રાખે.
તેજ પ્રતાપ યાદવે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું, “હું કહેવા માંગુ છું કે રાજ્યના નેતાઓ, ખાસ કરીને મુખ્યમંત્રી અને વરિષ્ઠ હોદ્દા પર રહેલા લોકોએ હંમેશા સંયમિત અને ગૌરવપૂર્ણ ભાષાનો ઉપયોગ કરવો જાઈએ. કોઈના પર ટિપ્પણી કરતી વખતે, તેમની ઉંમર, આદર અને સામાજિક ગૌરવનો વિચાર કરવો મહત્વપૂર્ણ છે.”
તેજ પ્રતાપે કહ્યું, “આપણી માતા આપણા માટે આદરનો વિષય છે. તેથી, કોઈપણ વ્યક્તિગત ટિપ્પણી અયોગ્ય છે. લોકશાહીમાં, મંતવ્યોના મતભેદ હોઈ શકે છે, પરંતુ વાતચીત હંમેશા નમ્ર અને આદરપૂર્ણ હોવી જાઈએ. નમ્ર ભાષા અને પરસ્પર આદર એ રાજકારણની ઓળખ છે.”
હકીકતમાં, સીએમ સમ્રાટ ચૌધરીએ તાજેતરમાં રાબડી દેવીના બંગલા પર ચાલી રહેલા વિવાદ પર પ્રતિક્રિયા આપી હતી. સમ્રાટ ચૌધરીએ લાલુ પરિવાર પર નિશાન સાધતા કહ્યું હતું કે પુત્રને અલગ ઘર જાઈએ છે, જ્યારે માતાને અલગ ઘર જાઈએ છે.
તેમણે કહ્યું હતું કે, “જે દિવસે પાર્ટી અને અમારા નેતાઓ કહેશે કે તમારું કામ અહીં સમાપ્ત થાય છે, હું ૨૪ કલાકમાં પેકઅપ કરીને ચાલી જઈશ. સમ્રાટે એમ પણ કહ્યું, “હું ૧૯૯૯માં મંત્રી તરીકે સરકારમાં જાડાયો હતો. આજે હું જે ઘરમાં રહું છું તે મારું ૧૧મું ઘર છે. હું આમાંથી ફક્ત ત્રણ ઘરમાં રહેતો હતો; બાકીના બધામાં, હું ફક્ત મારી ઓફિસ ચલાવતો હતો. કેટલાક લોકો આ વિચારથી ગ્રસ્ત છે કે તેમના પુત્રનું અલગ ઘર હોવું જાઈએ, તેમની માતાનું અલગ ઘર હોવું જાઈએ, તેમના પિતાનું અલગ ઘર હોવું જાઈએ, અને તેમણે જનતાને એકલા છોડી દેવી જાઈએ. અમે લોકોની સેવા કરવા આવ્યા છીએ. જે દિવસે પાર્ટી અને અમારા નેતાઓ કહેશે કે તમારું કામ અહીં સમાપ્ત થાય છે, હું તમને ખાતરી આપું છું કે સમ્રાટ ચૌધરી ૨૪ કલાકની અંદર પોતાનો સામાન પેક કરીને પોતાના ખાનગી ઘરે જશે. અમે લોકોના કલ્યાણ માટે આવ્યા છીએ, અમારા પોતાના કલ્યાણ માટે નહીં. લોકોના કલ્યાણની ચિંતા કરો, આ લોકશાહી છે.”