ખાંભાના રૂગનાથપુર (ખોડી) ગામેથી પોલીસે ૫ જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રૂ.૪,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પંકજભાઇ વાલજીભાઇ મકવાણા, કિરીટભાઇ મનજીભાઇ મકવાણા, અભયભાઇ ગુલાબભાઇ મકવાણા, બળવંતભાઇ ગુલાબભાઇ મકવાણા તથા નીતીનભાઇ જગદિશભાઇ દાફડા સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર જગ્યામાં ગંજીપત્તા વડે પૈસાની હાર-જીતનો જુગાર રમતા રોકડ રૂ. ૪,૨૦૦ના મુદ્દામાલ
સાથે રેઇડ દરમિયાન પકડાયા હતા.
ખાંભા પોલીસ સ્ટેશનના
હેડ કોન્સ્ટેબલ એન. પી. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.









































