બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડની બગસરા શાખા દ્વારા મંડળીના સભાસદ રવિસિંહ માનસિંહ રાઠોડનું આકસ્મિક અવસાન થતાં મંડળી દ્વારા તેમના વારસદારને આર્થિક સહયોગ પૂરો પાડવા માટે બાજપાઈ સહાય નિધિ અંતર્ગત રૂપિયા ૨૫,૦૦૦ની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળીના જનરલ એમ.ડી. નિતેશભાઈ ડોડીઆ, શાખા એમ.ડી. મહેશભાઈ વ્યાસ તેમજ જનરલ સેક્રેટરી ડી. જી. મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.







































