હિંમતનગર એસટી વિભાગના ભિલોડા ડેપો સંચાલિત ભિલોડા-સોમનાથ બસ સેવાને મુસાફરોની સતત રજૂઆતો બાદ હવે કોડીનાર સુધી લંબાવવામાં આવી છે. આ નિર્ણયથી કોડીનાર તાલુકાની જનતામાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. આ રૂટ વિસ્તરણના કારણે સ્થાનિક લોકોને ચોટીલા, લીંબડી, અમદાવાદ, પ્રાંતિજ, હિંમતનગર, ભિલોડા અને શામળાજી જવા માટે સીધી બસ સુવિધા ઉપલબ્ધ થઈ છે. સમયપત્રક મુજબ આ બસ ભિલોડાથી બપોરે ૧ઃ૪૫ વાગ્યે ઉપડીને બીજા દિવસે વહેલી સવારે ૫ઃ૧૫ વાગ્યે કોડીનાર પહોંચાડશે. એ જ રીતે વળતા રૂટમાં કોડીનારથી બપોરે ૨ઃ૪૫ વાગ્યે ઉપડીને બીજા દિવસે વહેલી સવારે ૫ઃ૪૫ વાગ્યે ભિલોડા પહોંચશે.









































