પૌષ્ટિક ફળો આપણા શરીરને જરૂરી વિટામિન, ખનિજ તત્વો, ફાઇબર અને એન્ટીઆૅક્સિડન્ટ્‌સ પૂરા પાડે છે. વિવિધ ફળોમાં અલગ-અલગ પોષક ત¥વો હોય છે, જે શરીરના વિકાસ અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
પૌષ્ટિક ફળો અને તેમાં રહેલા મુખ્ય વિટામિન:
ફળ: મુખ્ય: વિટામિન લાભ:
કેરી :વિટામિન A, C, E: લાભ: આંખો, ત્વચા અને રોગપ્રતિકારક શક્તિ માટે લાભદાયક
નારંગી :વિટામિન C: લાભ:રોગપ્રતિકારક શક્તિ વધારે, ચામડી સ્વસ્થ રાખે
લીંબુ: વિટામિન C: લાભ:પાચન સુધારે, ચેપ સામે રક્ષણ આપે
પપૈયું :વિટામિન છ A, C: લાભ:ફોલેટ પાચન અને આંખોના સ્વાસ્થ્ય માટે સારું
જામફળ: વિટામિન C, A:લાભ: રોગપ્રતિકારક શક્તિ અને ત્વચા માટે ઉત્તમ
કેળું: વિટામિન B6, C લાભ: ઊર્જા આપે, હૃદય અને સ્નાયુઓ માટે સારું
સફરજન :વિટામિન C: લાભ:ફાઇબર પાચન સુધારે, હૃદયને સ્વસ્થ રાખે
દ્રાક્ષ: વિટામિન C,K: લાભ:રક્ત પરિભ્રમણ અને હાડકાં માટે ઉપયોગી
દાડમ :વિટામિન C,K :લાભ:લોહીની ગુણવત્તા સુધારે, હૃદય માટે લાભદાયક
તરબૂચ: વિટામિન a, C: લાભ:શરીરને હાઇડ્રેટ રાખે, ત્વચા માટે સારું

ફળોમાં રહેલા મહત્વના વિટામિન અને તેમના કાર્યઃ
• વિટામિન A: આંખોની દ્રષ્ટિ, ત્વચા અને રોગપ્રતિકારક શક્તિ માટે જરૂરી.
• વિટામિન B6: મગજના વિકાસ અને ચયાપચય (સ્ીંટ્ઠર્હ્વઙ્મૈજદ્બ) માટે મહત્વપૂર્ણ.
• વિટામિન C: ચેપ સામે રક્ષણ આપે, ઘા ઝડપથી ભરવામાં મદદ કરે.
• વિટામિન e: કોષોને નુકસાનથી બચાવે, ત્વચાને સ્વસ્થ રાખે.
• વિટામિન K: લોહી ગંઠાવવાની પ્રક્રિયા અને હાડકાંના સ્વાસ્થ્ય માટે જરૂરી.
• ફોલેટ (Vitamin B9): નવા કોષોના નિર્માણ અને ગર્ભાવસ્થા દરમિયાન ખૂબ મહત્વપૂર્ણ.
દૈનિક આહારમાં ફળોનું મહત્વઃ
• દરરોજ ૨–૩ પ્રકારના તાજા ફળો ખાવા જોઈએ.
• મોસમી ફળો વધુ પૌષ્ટિક અને તાજા હોય છે.
• ફળોનો રસ પીવા કરતાં આખું ફળ ખાવું વધુ લાભદાયક છે કારણ કે તેમાં ફાઇબર વધુ હોય છે.
• બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ અને વૃધ્ધો માટે ફળોનું નિયમિત સેવન ખૂબ જરૂરી છે.
પૌષ્ટિક ફળોનું નિયમિત સેવન શરીરના સર્વાંગી વિકાસ, રોગપ્રતિકારક શક્તિ અને લાંબા ગાળાના સારા સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. (ક્રમશઃ) hemangidmehta@gmail.com