તેલંગાણામાં એસઆઇઆર પ્રક્રિયા ૨૫ જૂને શરૂ થવાની છે, અને તે દરમિયાન,એઆઇએમઆઇએમના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તેલંગાણાના લોકોને ભાવનાત્મક અપીલ કરી છે. અસદુદ્દીન ઓવૈસીએ સ્પષ્ટપણે કહ્યું કે તેઓ ભાવનાત્મક નથી થઈ રહ્યા, પરંતુ જીંઇ અમારા માટે જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે. તેમણે એ પણ સમજાવ્યું કે જા અશિક્ષિત લોકોને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડે તો તેઓ શું કરી શકે છે.
હૈદરાબાદમાં એઆઇએમઆઇએમની બેઠકમાં, અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “આ મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લીમીનના જવાબદાર સભ્યોની બેઠક છે, સામાન્ય સભા નહીં, તેથી હું તમને બધાને અપીલ કરું છું કે એસઆઇઆર ૨૫ જૂને તેલંગાણામાં શરૂ થશે. કૃપા કરીને તેને ગંભીરતાથી લો. હું તમને ડરાવવા કે ભાવનાત્મક બનાવવા માટે આ કહી રહ્યો નથી, પરંતુ તે જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે.”
અસાદુદ્દીન ઓવૈસીએ વધુમાં કહ્યું, “જ્યારે એસઆઇઆર ૨૫ જૂને શરૂ થશે, ત્યારે બૂથ-લેવલ ઓફિસર મતદારના ઘરે એક ગણતરી ફોર્મ લઈને આવશે. તે તે મતદારને ફોર્મ તેમના ઘરે અથવા મતદારને પહોંચાડશે. હું મતદારોને એસઆઇઆરને ખૂબ ગંભીરતાથી લેવા અપીલ કરું છું. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે.”
એઆઇએએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “જ્યારે બીએલઓ તમને ફોર્મ આપે છે, ત્યારે તેને વાંચો. જા તમને તે વાંચવાનું ન આવડતું હોય, તો જવાબદાર મજલિસ સભ્ય,બીએલએ અથવા તમારા વિશ્વાસુ વ્યક્તિને કહો. અને તપાસો કે મેપિંગ યોગ્ય રીતે થયું છે કે નહીં.”
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, “જા ભારતમાં કોઈ રાજકીય પક્ષે મતદારોના નામ એસઆઇઆરમાં સમાવવા માટે કામ કર્યું છે અને કામ કરી રહ્યું છે, તો તે પક્ષ મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લીમીન છે. અમે એપ બનાવી છે, અને મજલિસે ઓફિસમાંથી તાલીમ પણ આપી હતી. લોકો અહીં આવે છે, ૨૦૦૨ ની મતદાર યાદીમાં તેમના નામ તપાસે છે, અને તેમનું મેપિંગ કરવામાં આવે છે.”
સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝનએ ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવતી એક ખાસ ઝુંબેશ છે જેથી ખાતરી કરી શકાય કે મતદાર યાદી સંપૂર્ણપણે શુદ્ધ, સચોટ અને અપડેટેડ છે. આ હેઠળ, બૂથ-સ્તરના અધિકારીઓ ઘરે ઘરે જઈને મતદાર ડેટાની ભૌતિક ચકાસણી કરે છે.










































