અમરેલી જીલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત, શાંતાબેન હરીભાઈ ગજેરા શૈક્ષણિક સંકુલ અમરેલી ખાતે આવેલી એમ. એલ. કાકડીયા MCA મહિલા કોલેજનું સેમેસ્ટર-IV નું યુનિવર્સિટી પરિણામ ૧૦૦% ડિસ્ટીંકશન સાથે ૧૦૦% આવ્યું છે. કોલેજે યુનિવર્સિટી ટોપટેનમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, ઉપરાંત સંસ્થાની ત્રણ વિદ્યાર્થીનીઓએ પણ ટોપટેનમાં ગૌરવભર્યું સ્થાન મેળવ્યું છે. જેમાં ચૌહાણ કૃપાલી બી. (બીજું સ્થાન), નાડોડા નેન્સી એ. (ત્રીજું સ્થાન) અને બાલ્ધા હાર્મી આર. (આઠમું સ્થાન) એમ ત્રણેય વિદ્યાર્થીનીઓએ ૧૦.૦૦ SPI સાથે ભવ્ય સફળતા હાંસલ કરી છે. આ ઐતિહાસિક સિધ્ધિ બદલ સંસ્થા દ્વારા સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.