નાળ અને વીરડી ગામ વચ્ચે એક આઈસરે બાઈક ચાલક દંપતીને જોરદાર ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને ઈજાઓ પહોંચી હતી.
આ અંગે વીરડી ગામે રહેતા ધીરૂભાઇ ભીખાભાઇ ડાભી (ઉ.વ. ૪૭) એ પોલીસ સમક્ષ જાહેર કર્યા મુજબ, તેમના ભાઇ મુનાભાઇ ભીખાભાઇ ડાભી (ઉ.વ. ૪૫) તથા તેમના ભાભી લાડુબેન બંને મોટરસાયકલ પર વીરડી ગામે આવી રહ્યા હતા. તે દરમિયાન સાંજના સાડા પાંચેક વાગ્યે નાળ અને વીરડી ગામની વચ્ચે પહોંચતા સામેથી આવતા એક આઈસર ચાલકે તેમના ભાઈની મોટરસાયકલને જોરદાર ટક્કર મારી હતી. જેમાં તેમના ભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે તેમના ભાભીને સામાન્ય ઇજા પહોંચી હતી.
વંડા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ પી. જે. રામાણી આ અંગે વધુ તપાસ ચલાવી રહ્યા છે.










































