રાજુલાના ઊંટિયા ગામે ઝઘડા મુદ્દે ઠપકો આપતા ઊંધી કુહાડીનો ઘા માર્યો હતો. આ અંગે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી હતી. પ્રથમ પક્ષે, રમેશભાઇ ઉકાભાઇ પરમાર (ઉ.વ.૨૪) એ જીતુભાઇ ખીમાભાઇ પરમાર, લાભુબેન જીતુભાઇ પરમાર તથા ભોલુ જીતુભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેમના પત્ની સાથે લાભુબેન વગર વાંકે ઝઘડો કરતા હતા. જેથી તેમણે ત્યાં જઈને ઠપકો આપતા સામેવાળા પક્ષને સારું લાગ્યું નહોતું. આથી જીતુભાઈએ લાકડી વડે તથા ભોલુ પરમારે ડાબા હાથના બાવડામાં ઊંધી કુહાડીનો ઘા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ સામા પક્ષે જીતુભાઇ ખીમાભાઇ પરમાર (ઉ.વ.૩૨) એ રમેશભાઇ ઉકાભાઇ પરમાર તથા હેતલબેન રમેશભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, રમેશભાઈ પરમારનો ભત્રીજો તેમની (જીતુભાઈ) સાથે મજૂરીએ જતો હતો. જે આરોપીને સારું નહીં લાગતા, તેનું મનદુઃખ રાખી શરીરે આડેધડ ઢીકાપાટુનો મૂઢમાર મારી ગાળો આપી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ. કે. પીછડીયા વધુ તપાસ કરી રહ્યા છે.










































