સાવરકુંડલામાં રહેતા રાજેશભાઇ ઉમીયાશંકર મહેતા (ઉ.વ.૫૮)એ જાહેર કર્યા મુજબ, તેઓ પોતાના ઘર આગળ ઉભા હોય તે દરમ્યાન તેમના ઘર આગળ બજારમાં વાહનો રોડ ઉપર પાર્ક કર્યા હતા, તેના ફોટા પાડતા હતા. તે દરમ્યાન સામાવાળાએ તેમને કહ્યું કે તું કેમ લેડીઝના ફોટા પાડે છો તેમ કહી ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ આર છોવાળા વધુ તપાસ કરી રહ્યા છે.








































