અમરેલીના મોટા ભંડારીયા ગામે ઝઘડાના મનદુખમાં ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે વિપુલભાઈ નનુભાઈ ક્યાડા (ઉ.વ.૪૩)એ મંજુલાબેન મનસુખભાઈ ક્યાડા તથા પારૂલબેન મનસુખભાઈ ક્યાડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ અગાઉના થયેલ ઝધડા બાબતે મનદુઃખ રાખી મંજુલાબેન ક્યાડાએ તેમની દિકરી મસ્તીબેનને ટાંટીયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે પારૂલબેન ક્યાડાએ તેમની દિકરી મસ્તીબેનને પથ્થરનો છુટો ઘા મારી જમણા હાથ ઉપર મુંઢ ઈજા કરી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ મનિષકુમાર ધીરૂભાઇ જોષી વધુ તપાસ કરી રહ્યા છે.










































