રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલી દ્વારા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનો માટે ૨૩ જુલાઈએ રાજુલામાં બે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૧ વાગ્યે એચ.બી. સંઘવી મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને બપોરે ૨ વાગ્યે જી.એમ.બી. પોલિટેકનિક કોલેજ ખાતે કાર્યક્રમ યોજાશે. સેમિનારમાં વિદેશી યુનિવર્સિટીઓમાં અભ્યાસ, રોજગારીની તકો, પાર્ટ ટાઈમ નોકરી,IELTS, TOEFL,, સ્કોલરશિપ, વિઝા પ્રક્રિયા તેમજ સરકારની ઓવરસીઝ સેવાઓ અંગે નિષ્ણાંતો માર્ગદર્શન આપશે. જિલ્લા રોજગાર કચેરીએ વિદ્યાર્થીઓને સેમિનારનો લાભ લેવા અપીલ કરી છે.






































