લીલીયા તાલુકાના ગોઢાવદર ગામમાં પવિત્ર ધિક માસ નિમિત્તે દીકરીઓ અને ગોપીઓ દ્વારા પરંપરાગત રીતે ગોરમાનું પૂજન કરવામાં આવી રહ્યું છે. ગામના વિવિધ ધાર્મિક સ્થળો જેવા કે રામજી મંદિર, સંકટ મોચન હનુમાન મંદિર, ગાંધી હોલ અને આંબેડકર વિસ્તારમાં ગોપીઓ ગોરમાને ભક્તિભાવપૂર્વક અવનવા પ્રસાદ ધરે છે. આ પાવન અવસરે ગામમાં આનંદભેર ધૂન-કીર્તનની રમઝટ બોલતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે.