લાઠીના અડતાળા ગામે રહેતા સંજયભાઈ ચતુરભાઈ બગડા નામના યુવકને તેની પ્રેમિકા સાથે વાતચીત ન થતાં મનમાં લાગી આવ્યું હતું. આ કારણે તેણે જાતે જ ઉંદર મારવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવકની તબિયત લથડતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગે પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત મુજબ, લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી. પી. ડોડીયા આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.









































