દિલ્હી હાઈકોર્ટે પુનઃપરીક્ષાને કારણે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધને પડકારતી ટેલિગ્રામની અરજી ફગાવી દીધી છે, જેનાથી મેસેજિંગ પ્લેટફોર્મને કોઈ રાહત મળી નથી. ન્યાયાધીશ તેજસ કારિયાએ ૨૨ જૂન સુધી ટેલિગ્રામને બ્લોક કરવાના સરકારના નિર્ણયને સમર્થન આપ્યું હતું, જેમાં આઇટી કાયદાની કલમ ૬૯છ હેઠળ જારી કરાયેલા આદેશને પડકારતી અરજીને ફગાવી દેવામાં આવી હતી.
આરોપો હતા કે ટેલિગ્રામ પ્લેટફોર્મનો ઉપયોગ પેપર લીક, નકલી પ્રશ્નપત્રોના પ્રસાર, છેતરપિંડી નેટવર્ક અને ખોટી માહિતી માટે થઈ રહ્યો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની ભલામણના આધારે, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયએ માહિતી ટેકનોલોજી કાયદા, ૨૦૦૦ ની કલમ ૬૯એ હેઠળ એક આદેશ જારી કર્યો હતો, જેમાં ૨૨ જૂન સુધી ટેલિગ્રામની ઍક્સેસ પ્રતિબંધિત કરવામાં આવી હતી. સંદેશ સંપાદન સુવિધાને પણ ૩૦ જૂન સુધી સ્થગિત કરવામાં આવી હતી. ટેલિગ્રામે દિલ્હી હાઇકોર્ટમાં આ આદેશને પડકાર્યો હતો.
કંપનીએ જણાવ્યું હતું કે ૧૫૦ મિલિયનથી વધુ ભારતીય વપરાશકર્તાઓ પ્રભાવિત થઈ રહ્યા છે અને આ કાર્યવાહી સંપૂર્ણપણે બિનજરૂરી હતી. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે સમગ્ર પ્લેટફોર્મને બ્લોક કરવું અપ્રમાણસર હતું.
નીટ યુજી ૨૦૨૬ ની પરીક્ષા ૩ મે, ૨૦૨૬ ના રોજ દેશભરના ૨.૩ મિલિયનથી વધુ વિદ્યાર્થીઓ માટે યોજાઈ હતી. પરીક્ષા પછી તરત જ, ઘણી જગ્યાએ પેપર લીક થયું હતું. રસાયણશા† અને જીવવિજ્ઞાનના ૧૨૦-૧૪૦ પ્રશ્નો મૂળ પેપર સાથે મેળ ખાતા જાવા મળ્યા.એનટીએએ ૧૨ મે ના રોજ પરીક્ષા રદ કરી અને ૨૧ જૂન ના રોજ ફરીથી પરીક્ષા લેવાની જાહેરાત કરી.સીબીઆઇ તપાસમાં એનટીએના આંતરિક લોકો, વિષય નિષ્ણાતો, અનુવાદકો અને કોચિંગ નેટવર્ક (રાજસ્થાન, મહારાષ્ટ્ર, વગેરે) ની સંડોવણી બહાર આવી, જેના કારણે અનેક ધરપકડો થઈ. એવો દાવો કરવામાં આવ્યો હતો કે પેપર લાખો રૂપિયામાં વેચાયું હતું. આ વિવાદથી વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડી અને એનટીએ ની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા થયા. પરિણામે, સુપ્રીમ કોર્ટે પણ એનટીએને ઠપકો આપ્યો, જેના કારણે ટેલિગ્રામ પર કામચલાઉ પ્રતિબંધ મૂકવામાં આવ્યો.