લીલીયા મોટાની સરકારી વિનયન અને વાણિજ્ય કાલેજ ખાતે ૧૨મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. કાલેજના આચાર્ય ડા. રાજેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ કાલેજના NCC યુનિટ, NSSયુનિટ અને સપ્તધારા (વ્યાયામ-યોગ-ખેલકૂદ ધારા)ના સંયુક્ત ઉપક્રમે આ સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૬ની મુખ્ય થીમ “સ્વસ્થ
વૃદ્ધાવસ્થા માટે યોગ” રાખવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ વધતી ઉંમરે પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને બહેતર જાળવી રાખવામાં યોગના મહત્વને ઉજાગર કરવાનો છે. કાર્યક્રમની શરૂઆત સવારે નિયત સમયે ૬ઃ૩૦ કલાકે પ્રાર્થના સાથે થઈ હતી. જેમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પી.આઈ એમ.ડી.સાળુંકે, જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશ સાવજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.









































