લીલીયા મોટા તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ દેથલીયા અને ઉપપ્રમુખ વિજય કોગથીયાએ સ્ટેશન માસ્તર મારફત પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન મેનેજરને આવેદન પાઠવ્યું છે. રજૂઆતમાં જણાવાયું છે કે રેલવે સ્ટેશનની દક્ષિણ બાજુ આવેલા સાંઈનાથ પ્લોટ અને વેલનાથ પરામાં ચોમાસા દરમિયાન રેલવે લાઈન તરફથી વરસાદી પાણી ભરાતા કાચા મકાનો અને ઘરવખરીને ભારે નુકસાન થાય છે તેમજ જાનહાનિનો ભય રહે છે.
ઉત્તર બાજુ આવેલા પાણીના નિકાલના નાળાને તાત્કાલિક પહોળું કરી પાણીનો યોગ્ય નિકાલ કરવાની માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








































