મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક ભયાનક અકસ્માત થયો. એક મોટું ઝાડ અચાનક સ્કૂલ વાન પર પડી ગયું, જેમાં ૧૦ જેટલા સ્કૂલના બાળકો ફસાયા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં એક બાળકનું મોત થયું. અન્યને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. ઘણા બાળકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. એક બાળક લાંબા સમય સુધી વાનમાં ફસાયેલું રહ્યું, જેના કારણે બચાવ કામગીરીમાં થોડો વિલંબ થયો. આ વાન તિલક નગરમાં આવેલી યુનિવર્સલ સ્કૂલની છે.
મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં બપોરે ૨:૫૦ વાગ્યે આ અકસ્માત થયો. સ્કૂલ વાન નંબર ૧૧ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એક ઝાડ તેના પર પડી ગયું. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. ફાયર બ્રિગેડની ટીમે ઝાડ કાપીને દૂર કરવાનું અને બાળકોને બચાવવાનું કામ શરૂ કર્યું. ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ પહોંચ્યા. સ્થાનિક વહીવટીતંત્રની ટીમ બાળકોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં વ્યસ્ત છે. ઘાયલ બાળકોને સારવાર હેઠળ છે.
ચેમ્બુરના સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે તેમણે સ્થાનિક અધિકારીઓને અનેક પત્રો લખીને વૃક્ષોની કાપણી અથવા દૂર કરવાની વિનંતી કરી હતી. અગાઉ પણ આવી જ ઘટના બની હતી. જાકે, અનેક પત્રો છતાં, મ્સ્ઝ્ર એ કોઈ કાર્યવાહી કરી ન હતી.
આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગે આજે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે.