જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે, અને મહિનો એક રાહત લઈને આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. ૧૯ કિલોગ્રામના સિલિન્ડર પર ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. લેટેસ્ટ ભાવોની દ્રષ્ટિએ, દિલ્હીમાં ૩૧૧૩ રૂપિયાનો મળતો ધરાવતો કોમર્શિયલ એલપીજી સિલિન્ડર હવે ૨૯૩૦ રૂપિયા પર આવી ગયો છે. આ પ્રતિ સિલિન્ડર ૧૮૩ રૂપિયાનો ઘટાડો જણાવે છે. જા કે, ઘરના રસોડામાં વપરાતા ૧૪ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી.
તેલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ઘટાડો કરે છે અથવા ભાવ સ્થિર રાખે છે અને જુલાઈની શરૂઆત એક સ્વાગત રાહત રહી છે. મધ્ય પૂર્વના તણાવને કારણે તાજેતરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો હતો.
હવે, ૧ જુલાઈ, ૨૦૨૬થી, દિલ્હી અને અન્ય શહેરોમાં ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ૨૦૨૬માં આ પહેલી વાર છે જ્યારે ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે.
અગાઉ, સરકારે વાણિજ્યિક સિલિન્ડરો પરના નિયંત્રણો હટાવી લીધા હતા. કેન્દ્ર સરકારે બિન-ઘરેલુ પેકેજ્ડ એલપીજી ગેસ સિલિન્ડરોના પુરવઠા પરના તમામ નિયંત્રણો સંપૂર્ણપણે હટાવી દીધા હતા, જેનાથી હોટલ, રેસ્ટોરન્ટ અને લગ્ન સ્થળોએ ગેસ સિલિન્ડરોની ઉપલબ્ધતા સરળ બની હતી.
આ વર્ષે લગભગ દરેક મહિને ૧૯ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો જાવા મળ્યો છે. જાન્યુઆરીમાં, પ્રતિ સિલિન્ડર ભાવ ૧૬૯૧ રૂપિયા હતો, જે અનેક વધારા પછી પણ વધતો રહ્યો હતો. છેલ્લા બે મહિના પર નજર કરીએ તો, મે મહિનામાં તેમાં ૯૯૩ રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો હતો, જે બાદ પહેલીવાર ગેસના બાટલાનો ભાવ ૩૦૦૦ રૂપિયાને વટાવી ગયો હતો અને જૂનની શરૂઆતમાં ૪૨ રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ, દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ૩૧૧૩.૫૦ રૂપિયા પર પહોંચી ગયો હતો જે જાન્યુઆરીના ભાવથી ડબલથી થોડો જ ઓછો હતો.
રાજધાની દિલ્હી સિવાયના શહેરોમાં ૧૯ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરના ભાવમાં થયેલા ફેરફાર અંગે, કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે ૩૨૫૫.૫૦ રૂપિયાથી ઘટીને ૩૦૮૧.૫૦ રૂપિયા થયો છે. અન્ય શહેરોમાં, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે ૩૦૫૨.૫૦ રૂપિયા છે, જ્યારે બિહારની રાજધાની પટનામાં ભાવ ઘટીને ૩૨૨૭ રૂપિયા થઈ ગયો છે. આ નવા સિલિન્ડરના ભાવ ૧ જુલાઈથી લાગુ કરવામાં આવ્યા હતા. ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદની વાત કરીએ તો નવા ભાવ પ્રમાણે ૨૯૫૨ રૂપિયાની આસપાસ ઘટીને આવ્યો છે.