લીલીયા ખાતે પ્રગતિ સેવિંગ્સ એન્ડ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીની ૨૧ મી વાર્ષિક સામાન્ય સભા અંટાળેશ્વર મહાદેવના પટાંગણમાં યોજાઈ હતી. સંસ્થાના વાઇસ ચેરમેન પ્રકાશભાઈ વિરાણીએ વાર્ષિક અહેવાલનું વાંચન કરી જણાવ્યું કે, ૨૧ વર્ષમાં સભાસદોનો વિશ્વાસ જીતીને સંસ્થાએ મજબૂત વિકાસ કર્યો છે. તેમણે સભાસદો માટે ૧૩% ડિવિડન્ડ અને ભેટની જાહેરાત કરી હતી. ચેરમેન ભાવેશ રાદડિયાએ ‘સહકારથી સમૃદ્ધિ’નો મંત્ર આપતાં, સંસ્થાની મજબૂત પ્રગતિના પગલે લોનના વ્યાજદરમાં ૨% ઘટાડાની મહત્વની જાહેરાત કરી હતી. સાથે જ સંસ્થાના ભવિષ્યના વિકાસની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે ડાયરેક્ટર ભુપતભાઈ ધામતે સ્વાગત પ્રવચન અને ડિરેક્ટર વિપુલભાઈ દુધાતે આભાર વિધિ કરી હતી. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને વિશાળ સંખ્યામાં હાજર સભાસદોએ આ સભાને એક ધર્મયાત્રા સમાન ગણાવી હતી, તેમ સંસ્થાના મેનેજર ભદ્રેશ રાદડિયાએ જણાવ્યું હતું.







































