મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવની અસર ગુજરાત સહિત દેશભરમાં વર્તાવા લાગી છે. મિડલ ઈસ્ટમાં તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટ રૂટ પર કેટલાક વિÎનો આવી રહ્યા છે, જેના કારણે ક્રૂડ ઓઈલ અને ગેસના સપ્લાય પર ભારે અસર પડી રહી છે. જેની સીધી અસર દેશભરમાં વર્તાવા લાગી છે. અત્યારે ચારેકોર પેટ્રોલ-ડીઝલ અને ગેસની ચર્ચાઓ જ ચાલી રહી છે. એવામાં મહીસાગર જિલ્લામાં ૬૨ જેટલા પેટ્રોલ પંપો પર “ડીઝલ-પેટ્રોલ નથી” તેવા બોર્ડ મારી દેવામાં આવતા વાહનચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ છે.
એડવાન્સ પેમેન્ટ છતાં સપ્લાયમાં મોટો કાપ – પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર, ઓઈલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે, અનેક પેટ્રોલ પંપોએ એડવાન્સ પેમેન્ટ અને રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં કંપનીઓ દ્વારા ટેન્કરો રવાના કરવામાં આવતા નથી. જાકે, કંપનીઓ દ્વારા આગામી બે-ત્રણ દિવસમાં જથ્થો ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ ત્યાં સુધી સ્થિતિ વધુ ગંભીર બને તેવી શક્યતા છે.
હાલમાં લગ્નની સિઝન પૂરજાશમાં ચાલી રહી છે, ત્યારે વાહનવ્યવહાર માટે ઈંધણ ન મળતા લોકો એક પંપથી બીજા પંપે ધક્કા ખાઈ રહ્યા છે. તો કેટલાક લોકો વાહનો દોરીને જઈ રહ્યા છે, બીજી તરફ ખેતીની સિઝન હોવાથી ટ્રેક્ટર અને સિંચાઈના સાધનો માટે ડીઝલની ઘણી જરૂર પડે છે. પેટ્રોલ પંપોની બહાર ‘નો સ્ટોક’ના બોર્ડ લગાવી દેવામાં આવતા કડાણા, ખાનપુર, બાલાસિનોર અને વીરપુર બાદ હવે લુણાવાડાના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
આ મામલે સ્થાનિક નાથુસિંહ પરમારે જણાવ્યું કે, “ચૂંટણી ટાણે જાઈએ એટલું પેટ્રોલ મળી જાય છે, પણ અત્યારે લગ્નની સીઝન ચાલી રહી છે, લોકો ધરમના ધક્કા ખાઈને વીલા મોઢે પરત ફરી રહ્યા છે. આ સરકાર અને વહીવટી તંત્રની ઘોર બેદરકારી છે.”
વિક્રમસિંહે જણાવ્યું કે, “આજે હું પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે આવ્યો છું, હું ત્રણ પેટ્રોલ પંપ પર ફર્યો પણ ક્યાય પેટ્રોલ મળ્યું નહીં. મારા સ્કૂટરમાં જે થોડું પેટ્રોલ હતું એ પણ ખાલી થઈ ગયું છે. અત્યારે લગ્નની સીઝન છે, તો પણ કોઈ જગ્યાએ પેટ્રોલ મળતું નથી. સરકાર ધ્યાન રાખીને સગવડ કરાવે તો લોકોની સમસ્યા દૂર થાય”
સ્થાનિકોનું કહેવું છે કે, સ્થિતિ એટલી ખરાબ છે કે ઘણા વાહનચાલકો આશા સાથે સરહદી વિસ્તારો સુધી ગયા હતા, પરંતુ ત્યાંથી પણ તેમને ખાલી હાથે પરત ફરવું પડ્યું છે. જા આગામી ૨૪ કલાકમાં ઈંધણનો પુરવઠો યથાવત કરવામાં નહીં આવે, તો જિલ્લાનું સમગ્ર પરિવહન તંત્ર ઠપ્પ થઈ શકે છે. અત્યારે અમુક પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા પેટ્રોલ-ડીઝલ માટે રોકડા રૂપિયા લેવામાં આવી રહ્યા છે, પંપ પર “ગૂગલ પે-ફોન પે ચાલશે નહી” તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે.
આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારીને પૂછતા તેઓએ કંઈ પણ બોલવાની ના પાડી હતી, તેની સામે પેટ્રોલ પંપના સંચાલકોએ કહ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલની ગાડી નોંધાવી દેવામાં આવી છે, ટૂંક સમયમાં આવી જશે. તેઓએ જણાવ્યું છે કે, લોકોએ બિન જરૂરી પેનિક થઈ પેટ્રોલ લેવા અને પુરાવા આવું નહીં, જરૂર મુજબ જ પેટ્રોલ લેવું.






































