ઉના તાલુકાના તડ અને ભાડસી ગામ નજીક મોડી રાત્રે બે બાઈક સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં જૂનાગઢના બે યુવાનો, નિકુંજભાઈ હરદાસભાઈ વઘાસીયા (ઉંમર ૩૨) અને આશિષભાઈ વિનુભાઈ વડાલીયા (ઉંમર ૩૮), ગંભીર રીતે ઘાયલ થયા હતા.બંને યુવાનો રોડ પર ફંગોળાઈ જતાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સ્થળે રાત્રિના સમયે લોકો એકઠા થઈ ગયા હતા. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરાતા, બંને ઘાયલ યુવાનોને ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.







































