અમરેલીના નાના માચીયાળા ગામની યુવતી લાપતા બની હતી. શોધખોળ કરવા છતાં ભાળ ન મળતા પોલીસને જાણ કરાઈ હતી. લાલજીભાઈ વિઠ્ઠલભાઈ વાસુડા (ઉ.વ. ૨૭)એ જાહેર કર્યા મુજબ, કાજલબેન વિઠ્ઠલભાઈ વાસુડા (ઉ.વ. ૨૮) ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક જતી રહી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. ડી. અમરેલીયા વધુ તપાસ કરી રહ્યા છે.