લીલીયા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અમીનભાઈ શરીફભાઈ જુણેજાની ટીમે શાખપુર ગામ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્‌યો હતો. પોલીસે ઘનશ્યામભાઈ ઉર્ફે ઘુઘાભાઈ મેરામભાઈ ખુમાણ (ઉ.વ.૪૩), રહે. શાખપુર ગામ, તા. લાઠી, જી. અમરેલીને કબ્જે લીધો હતો.તપાસ દરમિયાન આરોપીના કબજામાં રહેલી સાઇડબેગમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઇત્ન ય્િીહ જીpીષ્ઠૈટ્ઠઙ્મ ઉરૈજાઅ ૪૨.૮%ફફ લખેલી ૧૮૦ એમ.એલ.ની કુલ ૧૮ પ્લાસ્ટિક બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. ૧,૬૨૦ હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત આરોપી પાસે રહેલી હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ, જેના રજીસ્ટ્રેશન નંબર ઉપલબ્ધ ન હતા, તે પણ કબજે લેવામાં આવી હતી. પોલીસે તપાસ અર્થે રૂ. ૧૫,૦૦૦ કિંમતની મોટરસાયકલ તથા રૂ. ૧૦,૦૦૦ કિંમતનો ફૈvર્ રૂ૩૯ ૫ય્ મોબાઇલ ફોન જપ્ત કર્યો હતો. કુલ રૂ. ૨૬,૬૨૦ના મુદ્દામાલ સાથે આરોપી સામે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.