ગીર ગઢડાના હરમડિયા ગામે સાંગાવાડી નદી કિનારે પિતા સાથે હાથ-પગ ધોવા ગયેલા વિવાન નામના માસૂમ બાળક પર મગરે ઓચિંતો હુમલો કર્યો હતો. મગર બાળકને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો, જ્યાં પાંચ કલાકના ભારે રેસ્ક્યુ ઓપરેશન બાદ વનવિભાગે તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ હૃદયદ્રાવક ઘટના બાદ જામવાળા વનવિભાગ તાત્કાલિક સક્રિય બન્યું છે. વનવિભાગે નદીના જુદા-જુદા વિસ્તારોમાં પાંજરા ગોઠવી માનવભક્ષી મગરોને પાંજરે પૂરવાની તજવીજ હાથ ધરી છે.