કવેસ્ટ અલાઇન્સ દ્ગર્ય્ં દ્વારા આઈ.ટી.આઈ.માં તાલીમ લેતા તાલીમાર્થીઓમાં એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ, સોફ્ટ સ્કિલ્સ અને ઉદ્યોગસાહસિકતાના ગુણો વિકસે તે હેતુથી ર્લનિંગ રેકગ્નિશન ઇવેન્ટ અંતર્ગત એક વિશેષ ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા અમરેલી જિલ્લાની તમામ આઈ.ટી.આઈ.ના વિજેતા તાલીમાર્થીઓને પુરસ્કૃત કરવા માટે નોડલ આઈ.ટી.આઈ. અમરેલી ખાતે ગત તા. ૧૯ને મંગળવારના રોજ એક ભવ્ય સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.આ ગૌરવશાળી પ્રસંગે વિવિધ સંસ્થાઓના વડાઓ અને અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત વિજેતા જાહેર થયેલા કુલ ૨૪ પ્રતિભાવંત તાલીમાર્થીઓને સંસ્થાના પ્રિન્સિપાલ ડા. ટી. એમ. ભટ્ટ, આઈ.ટી.આઈ. લીલીયાના પ્રિન્સિપાલ કુ. વી. ડી. પરીખ, આઈ.ટી.આઈ. જાફરાબાદના પ્રિન્સિપાલ પરમાર તેમજ ક્વેસ્ટ અલાઇન્સ સંસ્થાના ઉચ્ચ અધિકારીશ્રીઓએ પોતાના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરીને પ્રોત્સાહિત કર્યા હતા. આ સાથે જ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તમામ તાલીમાર્થીઓને ભવિષ્યની ઉજ્જવળ કારકિર્દી અંગેનું ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.










































