ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાએ ઉનાની સરકારી હોસ્પિટલ, મામલતદાર અને નાયબ કલેક્ટર કચેરીની ઓચિંતી મુલાકાત લીધી છે. કલેક્ટરે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નો સાંભળ્યા બાદ હોસ્પિટલના લેબોરેટરી, ઓપરેશન થિયેટર અને ઈમરજન્સી વોર્ડની રૂબરૂ તપાસ કરી હતી.મુલાકાત દરમિયાન તેમણે સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે સીધો સંવાદ સાધીને તબીબો અને સ્ટાફને સમયસર તથા શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા કડક સૂચનાઓ આપી હતી. આ તકે પ્રાંત અધિકારી કૌશિકપરમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.