વડિયાનાં ભાણેજ નિશા જયંતિલાલ ભટ્ટે શિક્ષણ ક્ષેત્રે પીએચ.ડી.ની પદવી હાંસલ કરી છે. તેઓ હાલમાં મહેસાણા જિલ્લાના કટોસણ ખાતેની શાહ એસ.એમ. હાઈસ્કૂલમાં શિક્ષણ સહાયક તરીકે ફરજ બજાવી રહ્યા છે. વડિયાના અશ્વિનભાઈ મહેતા, અતુલભાઈ મહેતા તથા એડવોકેટ સંજયભાઈ મહેતાના ભાણેજ ડા. નિશા ભટ્ટની આ નોંધપાત્ર સિધ્ધિ બદલ પરિવારજનો, શુભેચ્છકો તેમજ સમગ્ર વડિયા બ્રહ્મસમાજમાં ગૌરવની લાગણી વ્યાપી છે.