અમરેલી જિલ્લામાં બે લોકોના ઝેરી દવા પીવાથી મોત થયા હતા. સાવરકુંડલામાં પરિણીતાનું અને છતડિયા ગામે એક પુરુષનું મોત થયું હતું.સાવરકુંડલામાં રહેતા કુંદનબેન ગીરીશભાઇ ચાવડા (ઉ.વ. ૪૦)એ જાહેર કર્યા મુજબ, અનિતાબેન રમેશભાઇ ચોટલીયા (ઉ.વ.૩૨) કોઈ અગમ્ય કારણોસર ઘઉંમાં નાખવાનો ‘સલ્ફોસ’ નામનો ઝેરી પાવડર પી જતાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.બીજા બનાવમાં રાજુલાના છતડિયા ગામે રહેતા ધનીબેન પીઠાભાઇ સરવૈયા (ઉ.વ. ૫૩)એ જાહેર કર્યા મુજબ, ભાવેશભાઇ પીઠાભાઇ સરવૈયા (ઉ.વ. ૨૫) કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જતાં તેમનું મોત થયું હતું.