અમરેલી જિલ્લા રઘુવીર સેના દ્વારા દશેરાના પાવન પર્વ નિમિત્તે સમસ્ત રઘુવંશી સમાજ માટે ભવ્ય શસ્ત્રપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ બપોરે ૨ વાગ્યે અમરેલીના લાઠી રોડ સ્થિત માતૃશ્રી અંબાબેન નરસિંહદાસ સોઢા લોહાણા મહાજન વાડી ખાતે યોજાશે.કાર્યક્રમમાં વિદ્વાન શાસ્ત્રીઓ દ્વારા મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન કરાવવામાં આવશે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી રઘુવંશી સમાજના આગેવાનો, યુવાનો અને સમાજબંધુઓ પોતાના શસ્ત્રો સાથે ઉપસ્થિત રહેશે. શસ્ત્રપૂજનની પ્રાચીન પરંપરા દ્વારા ધર્મ, સત્ય, ન્યાય અને રાષ્ટ્રરક્ષાના સંકલ્પને ઉજાગર કરવામાં આવશે. રઘુવીર સેના દ્વારા સમાજમાં એકતા, સંગઠન અને સંસ્કારોનું જતન કરવાની સાથે નવી પેઢીને ગૌરવશાળી સાંસ્કૃતિક વારસાથી પરિચિત કરાવવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા તૈયારીઓ ચાલી રહી છે.







































