બગસરામાં એક પ્રૌઢે દેશી તમંચા વડે ખુદને ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે મૃતકના ભાઈ બહાદુરભાઈ લખુભાઈ વાળા (ઉ.વ.૬૪)એ પોલીસને જાહેર કર્યા મુજબ, ગજેન્દ્રભાઈ ઉર્ફે ગોદડભાઈ લખુભાઈ વાળા (ઉ.વ.૭૦)ને ઘણા સમયથી મગજની બીમારી હતી. જે બીમારીથી કંટાળીને તેમણે પોતાની પાસે રહેલા દેશી બનાવટના તમંચા વડે ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના અંગે બગસરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એચ.જી. મારુ વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































