વડિયામાં રહેતા એક પ્રૌઢે બીમારી સારી નહીં થાય તેમ માની કંટાળીને આપઘાત કર્યો હતો. પ્રકાશભાઇ રવજીભાઇ મકવાણા (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, રવજીભાઇ પાલાભાઇ મકવાણા (ઉ.વ.૬૦)ને બે મહિના પહેલા કેન્સરની બીમારી હોવાનું નિદાન થયું હતું. જેથી આ બીમારી સારી નહીં થાય તેમ માની કંટાળી જઈ તેમણે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વડિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ. એન. ગઢવી વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































