રામ મંદિર પ્રસાદ ચોરીના વિવાદ વચ્ચે, રામ મંદિર ટ્રસ્ટની પહેલી બેઠક સોમવારે અયોધ્યામાં યોજાવાની છે. આ પહેલા, ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે સમગ્ર મામલે પોતાનું મૌન તોડ્યું છે. એક પત્રમાં તેમણે કહ્યું કે રામ લલ્લા મંદિરમાં દાન ચોરીની ઘટનાથી તેઓ ખૂબ જ દુઃખી છે. કોઈએ પણ વ્યÂક્તગત લાભ માટે આ ઘટનાનું રાજકારણ ન કરવું જાઈએ. તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર સંપૂર્ણ વિશ્વાસ છે કે તેઓ આ પાપમાં સામેલ દરેકને સજા કરશે.મહંત નૃત્ય ગોપાલ દાસે પત્રમાં લખ્યું છે કે, “જેણે પણ આ પાપ કર્યું છે તેને સૌથી કડક સજા મળવી જાઈએ. આ લાખો હિન્દુઓની શ્રદ્ધાનો વિષય છે, અને વિનંતી છે કે કોઈએ પણ વ્યÂક્તગત લાભ માટે આ ઘટનાનું રાજકારણ ન કરવું જાઈએ.”
ઉલ્લેખનીય છે કે દાન ચોરીનો વિવાદ સામે આવ્યા બાદ, રામ મંદિર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય અને સભ્ય અનિલ મિશ્રાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામા સ્વીકારવાનો નિર્ણય ટ્રસ્ટની બેઠકમાં લેવામાં આવી શકે છે. ચંપત રાય પાસે રામ મંદિરની જાળવણીની સંપૂર્ણ જવાબદારી હતી. તેઓ શિક્ષક હતા અને બાદમાં આરએસએસમાં જાડાયા હતા.મહંત નૃત્ય ગોપાલ દાસ મહારાજ રામ મંદિર ચળવળના અગ્રણી સંતોમાંના એક છે. તેઓ અયોધ્યામાં પ્રખ્યાત મણિ રામ છાવણીનું પણ નેતૃત્વ કરે છે. તાજેતરમાં, તેમની તબિયત બગડી અને તેમને હોÂસ્પટલમાં દાખલ થવું પડ્યું.